દરેડ GIDCના કારખાનામાં બાળમજૂર મળી આવ્યો…!

Spread the love
  • શ્રમ આયુક્ત કારખાનેદાર સામે પંચકોશી-બી પોલીસમાં ફોજદારી નોંધાવી

દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ફેસ-૨માં આવેલા એક કારખાનામાં મદદનીશ શ્રમ આયુકત કચેરીના સ્ટાફે ગઇકાલે ચેકીંગ હાથ ધરી અહીં મજૂરી કામ કરતા એક બાળકને મુકત કરાવી કારખાનેદાર સામે ચાઇલ્ડ લેબર એકટ મુજબ કાર્યવાહી કરી છે. લાલપુર રોડ ઉપર આવેલ દરેડ ગામે જીઆઇડીસી ફેસ-૨ વિસ્તારમાં વિશાલચોક વિસ્તાર રોડ પરના કારખાનાઓમાં શ્રમઆયુકતની કચેરીની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ ચેકીંગ દરમ્યાન શેડ.નં.૧૨૧માં રવિ પ્રોડકટસ નામના કારખાનામાં ૧૪ વર્ષથી ઓછી ઉંમરનો એક બાળક મજૂરી કામ કરતા મળી આવ્યો હતો. જેને લઇને શ્રમ અધિકારી ડી.ડી.રામીએ કારખાનેદાર રવિકુમાર કેશવભાઇ નકુમ સામે પોલીસ દફતરમાં ધ ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

– રોહિત મેરાણી (જામનગર)

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!