જામનગરમાં બિમારીથી કંટાળી વૃધ્ધે આયખું ટુંકાવ્યું
શહેરમાં સ્વામીનારાયણનગર વિસ્તારમાં રહેતા ભરતભાઇ રણછોડભાઇ જેઠવા (ઉ.વ.૬૭)એ તળાવની પાળે ગેઇટ નં.૭ પાસે ઝેરી દવા પી આયખું ટુકાવ્યું હતું. આ અંગે રોહિતભાઇ જેઠવાએ જાણ કરતા પોલીસની ટીમ દોડી ગઇ હતી. મૃતકને સ્વાદપીંડુની બિમારી હોય અને પેટમાં કંઇ ખાવાનું ટકતુ ન હોવાથી તેની સારવાર લીધી હતી, જે બિમારીથી કંટાળી જઇ આ પગલુ ભરી લીધુ હોવાની પોલીસમાં જાહેર થયુ છે.
– રોહિત મેરાણી (જામનગર)