જૂનાગઢ : કેશોદ અને વંથલીમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા વધુ 4 માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર
જૂનાગઢ : કેશોદ,વંથલી તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે.
કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.આ જાહેરનામા મુજબ કેશોદ વોર્ડ નં.૪ ગોકુલ નગર હનુમાન મંદીર પાસે આવેલ તૃપ્તીબેન કિશોરભાઇ આંબરોલીયાનાં ઘરથી રાજુભાઇ ચાવડાનાંઘર સુધીનો વિસ્તાર. વોર્ડ નં.૫ આંબાવાડીમાં આવેલ રોયલ એપાર્ટમેન્ટનાં બ્લોક નં. ૫૦૧ થી ૫૦૪ સુધીનો વિસ્તાર. વંથલી ના મોટા કાજલીયાળા વોર્ડ નં.૪ શીવમંદીર સામે આવેલ રૂશીત કારા ડાંગરનું ઘર.વંથલી ના લુશાળા વોર્ડ નં.૮ પ્લોટ વિસ્તારમાં આવેલ અતુલભાઇ કાનજીભાઇ ડાભીનું ઘર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે.
જયારે કેશોદ વોર્ડ નં.૪ ગોકુલ નગર હનુમાન મંદીર પાસે આવેલ પરેશભાઇ કાનજીભાઇ દેસાઇનાં ઘરથી નટવર ગીરધર ચુવારનાં ઘર સુધીનો વિસ્તાર, વોર્ડ નં.૫ આંબાવાડીમાં આવેલ રોયલ એપાર્ટમેન્ટનાં બ્લોક નં.૧૦૧ થી ૧૦૪ અને ૬૦૧ થી ૭૦૪ સુધીનો વિસ્તાર. વંથલીના મોટા કાજલીયાળા વોર્ડ નં.૪ શીવમંદીર સામે આવેલ રમેશભાઇ અરજ ડાંગર તથા પ્રમભા રાયમલ જીલડીયાનાં ઘરો. વંથલીના લુશાળા વોર્ડ નં.૮ પ્લોટ વિસ્તારમાં આવેલ બાબુભાઇ પોપટભાઇ ડાભીનું ઘર વિસ્તાર બફરઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામું તા. ૧૮ નવેમ્બર સુધી અમલમાં રહેશે.
માઈક્રો કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન,ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ