ડભોઇ રેલવેના ખોદકામ દરમિયાન MGVCLનું ઈન્ટરનેટનું કેબલ તૂટી જતા હાલાકી

ડભોઇ સરિતા ફાટક પાસે બની રહેલા ફ્લાયઓવર બ્રિજ તેમજ ડભોઇ થી કેવડિયા રેલ્વે ની નવી લાઈન નાખવાનું કામ હાલ પુરઝડપે ચાલી રહ્યું છે.આ કામ અંતર્ગત રેલ્વે દ્વારા બનાવવા માં આવી રહેલ ફ્લાયઓવર માટે ભૂગર્ભ માં ખોદકામ કામગીરી દરમિયાન બાજુ માં આવેલી ડભોઇ MGVCLની ઓફીસ નું ઈન્ટરનેટ કનેક્ટિવિટી નું કેબલ તૂટી જતા છેલ્લા એક અઠવાડિયાથી MGVCLએ રેલ્વે અધિકારીઓ ને આ અંગે ની રજુઆત કરી હતી.
આ દરમિયાન જે.ઈ.બી.નું તમામ ઓનલાઇન કામ છેલ્લા એક અઠવાડિયા થી બંધ થઈ જતા જી.ઈ.બી તેમજ ગામ ની પ્રજાને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.જી.ઈ બી દ્વારા રેલ્વે માં રજુઆત કરવા છતાં આ સમસ્યા નું હાલ કોઈ નિરાકરણ આવ્યું નથી.આ અંગે જી.ઈ.બી ના એક કર્મચારી સાથે ઔપચારીક માહિતી મેળવતા જાણવા મળ્યું કે છેલ્લા એક અઠવાડિયા થી ઈન્ટરનેટ કનેક્ટિવિટી ના હોવાના કારણે જી.ઈ.બી ને તેમજ બિલ ભરવા આવતા ગ્રાહકો ને ખુબ જ તકલીફ પડી રહી છે અને પ્રજા ને ધક્કા ખાવા ના વારા આવે છે.
રેલ્વે દ્વારા ચાલી રહેલ કામગીરી દરમિયાન કેબલ તૂટી જવાના કારણે સમસ્યા ઉભી થતા રેલ્વે દ્વારા આ સમસ્યા નું નિરાકરણ લાવવામાં જરાય રસ હોય તેમ લાગી રહ્યું નથી.રેલ્વે નું કામ પોતાના ચોકકસ સમય માં પૂરો કરવા ની ઉતાવળ માં રેલ્વે અન્ય નાગરિકો ને પડી રહેલ મુશ્કેલી નું ધ્યાન રાખ્યા વિના આડેધડ કામ કરતા લોકો માં ગુસ્સો જોવા મળી રહ્યો છે.હાલ જી.ઈ.બી દ્વારા કામ ન અટકે તે હેતુ થી ઇન્ટરનેટ ના અન્ય કંપની ના ડોંગલ મંગાવી હાલપૂરતી કામગીરી ચાલુ થાય તે અંગે વિચારણા કરી રહી છે.પરન્તુ રેલ્વે ના કોન્ટ્રાક્ટર જો આ જ રીતે બેદરકારી કામગીરી કરશે તો તેઓ ને પ્રજા નો ગુસ્સો વેઠવાનો વારો આવી શકે છે એમ સ્થાનિક લોકો દ્વારા સાંભળવામાં આવ્યું હતું.