માંગરોળ તાલુકાનાં નાનીફળીથી પાણીઆમલી જતો માર્ગ જર્જરીત

- આદિવાસી વસ્તી ધરાવતાં ગામોની પ્રજા માટે ભારે મુશ્કેલી
માંગરોળ તાલુકાનાં નાનીફળી, પાણીઆમલી, ભીલ વાડા માર્ગ કે જે આજદિન સુધી ડામર માર્ગ બન્યો નથી.આ માર્ગની લંબાઈ આશરે ચાર કિલોમીટર જેટ લી છે.આ માર્ગ ઉપર જે ગામો આવે છે.એ તમામ ગામો સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા ગામો છે.આ ગામોની પ્રજાનો વહેવાર માંગરોળ તાલુકાનાં વાંકલ ગામ ખાતે રહેલો છે.હાલમાં આ માર્ગ ઉપર માત્ર હાર મોરમ નાખવામાં આવેલું છે.આ માર્ગ ઉપર આવેલા ગામોની પ્રજા ખરીદી માટે, આરોગ્યના કામે, સુરત કે ઝંખવાવ, માંડવી,બારડોલી જવા માટે, અભિયાસ માટે. વાંકલ ખાતે આવે છે.
વાંકલ આવવા માટે આ સૌથી ટૂંકો માર્ગ છે. જો આ માર્ગને ડામર માર્ગ બનાવી દેવામાં આવે તો આ માર્ગ ઉપર થઈ એસ.ટી.બસ પણ શરૂ કરી શકાય જેથી આ વિસ્તારના ગામોની પ્રજા અને વિદ્યાર્થીઓ માટે મુસાફરીનો પ્રશ્ન કાયમ માટે ઉકે લી શકાય.આ માર્ગની આજે તારીખ ૬ નવેમ્બરના રોજ આ વિસ્તારનાં માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરીએ મુલાકાત લીધી હતી અને આ પ્રશ્ને દર છેલ્લા બુધવારે તાલુકા મથક માંગરોળ ખાતે મામલતદાર કચે રી ખાતે યોજાતા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ પ્રશ્ન રજૂ કરનાર છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)