ડભોઇ મહુડી જોહરાપાર્ક વિસ્તારમાંથી બે બાઈકોની ચોરી કરતા 3 ચોર CCTVમાં કેદ

ડભોઇ મહુડી ભાગોળ વિસ્તાર બહાર આવેલ જોહરા પાર્ક વિસ્તાર માં ગત રાત્રી ના અજાણ્યા ઇસમો દ્વારા એક એક્ટિવા અને એક બાઇકની ઉઠાતરી કરી ભાગી છૂટયા હતા. જો કે એકટીવા લઈ જતાં ત્રણ ઇસમો ત્યાંની એક દુકાન ના સી.સી.ટી.વી.કેમેરા માં કેદ થઈ ગયા હતા બાઇકના માલીક દ્વારા પોલીસને ફરીયાદ કરતાં પોલીસ દ્વારા ચોરોને સોધી કાઢવા ચક્રો ગતીમાં કર્યા છે.
ડભોઇ પંથકમાં છેલ્લા કેટલાય સમયથી ચોરીઓના કિસાઓ વધી રહ્યા છે ત્યારે ગત રાત્રીના ડભોઇ મહુડી ભાગોળ વિસ્તાર બહાર આવેલ જોહરા પાર્ક માથી એક એકટીવા અને એક બાઇકની ચોરી થઈ હોવાની ફરીયાદ બાઇક ના માલીક દ્વારા ડભોઇ પોલીસ ને કરવામાં આવી છે જો કે ડભોઇ પંથકમાં વધતાં ચોરીના કિસામાં અવાર નવાર સી.સી.ટી.વી.માં ચોરો કેદ થઈ જતાં હોય છે છતતા પોલીસ દ્વારા હજી સુધી તેમણે ઝડપી પાડવા નક્કર પગલાં ભરવામાં આવ્યા ન હોવાનું નગરજનો માં બોલાઈ રહ્યું છે.
ગત રાત્રીના જોહરા પાર્કમાં પણ આવો જ કિસ્સો બન્યો હતો. ત્રણ અજાણ્યા ઇસમો ચોર પગલે સોસાયટીમાં પ્રવેશ્યા હતા અને રાત્રી ના બે વાગ્યાના સુમારે ઘર આંગણે મુકેલ એક એકટીવા ને ઊચકી લઈ ફરાર થઈ ગયા હતા એકટીવા લઈ જતાં ત્રણ ઇસમો નજીક ના એક સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ ગયા હતા ડભોઇ પોલીસ દ્વારા હાલ તો સી.સી.ટી.વી. ફૂટેજ ના આધારે ચોર ટોડકીને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.