ડભોઇ વેગા ખાતે આવેલ ચીમનભાઈ પટેલ વિદ્યાસંકુલ ખાતે વેબીનારનું આયોજન

ડભોઇ વેગા ચોકડી પાસે આવેલ ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ ખાતે વેબીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલના આચાર્ય ડો. સંતોષ દેવકર દ્વારા શાળાના શિક્ષકો માટે ચાર દિવસીય વેબીનારનું આયોજન કર્યું હતું. જેમાં નવી શિક્ષણનીતિ અને તેના પ્રયોગો વિશે જુદા જુદા વિદ્વાનો એ પોતાના વિચારો રજુ કર્યા હતા.
જે અંતર્ગત રાજસ્થાન થી ડો. સરબજિત દુબે, શામળાજીથી ડો. મધુસુદન વ્યાસ, ગાંધીનગરથી ડો.રાજેશ ધામેલીયા, ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેસર ડો. મહિપતસિંહ ચાવડા એ વેબીનારના માધ્યમથી પોતાના વિચારો તેમજ વક્તવ્યો રજુ કર્યા હતા. આ સમગ્ર વેબીનારનું ડો સંતોષ દેવકર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંદર્ભે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકો દ્વારા વિષયો અને એકમો પસંદ કરી નાટકો અને માઇમ રજુ કરવામાં આવ્યા હતા.આ પ્રયોગ દ્વારા સરકારની નવી શિક્ષણ નીતિની સરાહના કરવામાં આવી હતી. આ સમગ્ર વેબીનાર દરમિયાન શિક્ષકો એ પોતાનું ટેલેન્ટ બતાવી પોતાની ક્રિએટીવીટીનો ગજબ પરિચય આપતા શિક્ષણ જગતના મહાનુભાવો દ્વારા શિક્ષકોની પ્રવૃતિઓની ખુબ જ સરાહના કરી હતી.