જૂનાગઢ : ITI માળિયાહાટીનામાં ચોથા તબક્કાના પ્રવેશ સત્રનો આરંભ

Spread the love
  • તા.૧૭ નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે

જૂનાગઢ : આઇ.ટી.આઇ માળિયાહાટીના તાલીમ સંસ્થામાં ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાનો આંભ થઈ ગયો છે. પ્રવેશ મેળવવા માંગતા માગતા યુવાનો એ તા.૧૭ નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે. ઐાધોગીક તાલીમ સંસ્થા માળિયાહાટીના ખાતે હાલ ઓગષ્‍ટ-૨૦૨૦ના પ્રવેશસત્રની ચોથા તબક્કાની કાર્યવાહી ચાલુ છે. જેમાં ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની શરૂઆત તારીખ ૨/૧૧/૨૦૨૦ થી થઈ છે.

પ્રવેશ ફોર્મ આઇ.ટી.આઇ. ખાતે રજિસ્ટર્ડ કરવાની છેલ્લી તારીખ ૧૭/૧૧/૨૦૨૦ સુધીની રહેશે. જયારે સંસ્થા ખાતે મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ ૧૮/૧૧/૨૦૨૦, સંસ્થા ખાતે રૂબરૂ મુલાકાત અને પ્રવેશ આપવા અંગેની કાર્યવાહી તારીખ ૧૯/૧૧/૨૦૨૦ થી ૨૦/૧૧/૨૦૨૦ સુધી યોજાશે. પ્રવેશ લેવા ઇચ્છુક ઉમેદવારોએ તમામ સાધનીક કાગળો સાથે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.

જે ઉમેદવારો રજિસ્ટર્ડ થયેલ હોય અને પસંદગીના વ્યવસાયમાં પ્રવેશ ન મળેલ હોય, કોલ લેટર પ્રિન્ટ ન કરી શકેલ હોય કે કોઇ અન્ય કારણોસર પ્રવેશ થી વંચિત રહેલ હોય/ગેરહાજર રહેલ હોય તેઓએ રૂ ૫૦/- રજિસ્ટ્રેશન ફી ભરેલ હોય તેની પહોચ સાથે નવીન અરજી ઓનલાઇન કરવાની રહેશે.તેમ ઐાધોગીક તાલીમ સંસ્થા માળિયાહાટીનાની અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!