જૂનાગઢ જિલ્લામાં મતદારયાદીના ખાસ સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ યોજાશે

Spread the love
  • જિલ્લાના ૧૩૪૪ મતદાન મથક પર ખાસ ઝુંબેશ યોજાશે

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં તા. ૧/૧/૨૦૨૧ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ યોજાશે. આ ઝુંબેશ જિલ્લાના કુલ ૧૩૪૪ મતદાન મથક પર જૂનાગઢ જિલ્લા ચુંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાશે. જૂનાગઢ જિલ્લામાં મતદારયદીની આ ખાસ ઝુંબેશ કુલ ૧૩૪૪ મતદાન મથક પર યોજાશે.

આ કાર્યક્રમ તા. ૨૨/૧૧/૨૦૨૦, તા. ૨૯/૧૧/૨૦૨૦, તા. ૬/૧૨/૨૦૨૦ અને તા. ૧૩/૧૨/૨૦૨૦ દરમિયાન સવારે ૧૦ થી સાંજના ૫ કલાક સુધી યોજાશે. આ ઉપરાંત તા. ૯/૧૧/૨૦૨૦ થી તા. ૧૫/૧૨/૨૦૨૦ સુધી તમામ મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત કચેરી, મામલતદાર કચેરી ખાતે મતદારો પોતાના નામની નોંધણી, કમી કે સુધારો કરવા અંગે સંબંધિત ફોર્મ ભરી શકશે.

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તા. ૧/૧/૨૦૨૧ ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉમરના મતદારોના નામ મતદારયાદીમાં દાખલ થાય તથા ડેટામાં રહેલ ભુલો સુધારવા, મતદારોના કલર ફોટા મેળવવા, મતદાર યાદીમાં રહેલ ક્ષતિઓ સુધારવા, એકથી વધુ નામ હોય તો તે દુર કરવા, લાયક મતદારોના નામ મતદારયાદીમાં નોંધવાના રહી ગયેલ હોય તો તે દાખલ કરવા, સ્થળાંતર કરી ગયેલ મતદારોની ખરાઇ વગેરે થઇ શકશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!