સુરત જિલ્લામાં દર વર્ષે 6500 હેક્ટરમાં વેલાવાળા શાકભાજીની ખેતી થાય છે

સુરત જિલ્લાના મોટાભાગનાં તાલુકાઓમાં મુખ્યત્વે પરવળ, દુધી, કારેલા, તુરીયા, ગલકા, કાકડી, ગીલોડી વેલાવાળા શાકભાજીના પાકોની ખેતી થાય છે. વેલાવાળા શાકભાજી ગરમ ઋતુ એટલે કે ઉનાળો અને ચોમાસાની ઋતુનો પાક છે, પરંતુ જિલ્લામાં શિયાળામાં ઠંડી ઓછી પડતી હોવાથી બારેમાસ ખેતી થાય છે.
જિલ્લામાં દર વર્ષે આશરે ૬૫૦૦ હેક્ટર વિસ્તારમાં વેલાવાળા શાકભાજીની ખેતી થાય છે. છેલ્લા ૪- ૫ વર્ષોથી ખેડુતો આ વેલાવાળા શાકભાજીમાં પણ આધુનિકતા લાવ્યા છે, અને હવે લાકડાના કે સિમેન્ટના થાંભલા ઉભા કરી મંડપ ઉપર ખેતી કરતા થયા છે. સાથે સાથે પ્લાસ્ટિક મલ્ચીંગ, સૂક્ષ્મ પિયત પધ્ધતિ અને સારી ગુણવત્તાના બિયારણો ખરીદીને ખેતી કરતા થયા હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)