સુરત : પાલ ગામ વિદ્યાર્થીઓને દિવાળી ઉજવણી માટે સેલિબ્રેશન કીટ વિતરણ

એક નવતર પ્રયોગ કહી શકાય એવું પગલું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 319માં લેવામાં આવ્યુ જેમાં દાતાઓના સહકારથી શાળાના તમામ વિદ્યાર્થીઓને સેલિબ્રેશન કીટ આપવામાં આવી. જેમાં તારામંડળ, પોપઅપ ફટાકડી, કાર્ટૂન બુક, સેનેટાઈઝ માસ્ક સાથે મીઠાઇનું બોક્સ પણ આ કીટમાં આપવામાં આવ્યા. મુખ્યદાતા અમી ચેરીટેબલ ટ્રસ્ટના હેતલબેન નાયક અને એમની ટીમ ઉપરાંત અન્ય દાતાઓના સહકારથી આ પ્રકારની ફેસ્ટિવલ સેલિબ્રેશન કીટતૈયાર કરી દરેક બાળકોને આપવામાં આવી લોકડાઉન દરમિયાન કેટલાક વાલીઓ પોતાના બાળકોને માટે મીઠાઈ પણ ન ખરીદી શકે એવી સ્થિતિમાં હોય ત્યારે શાળાના દરેક વિદ્યાર્થીઓ માટેની લાગણી દર્શાવતો આ પ્રયોગ એ કોઈ દાન-ભેટ નથી પણ શાળામાં એક પરિવારની ભાવના વધે એ માટે કરવામાં આવેલું આ કામ છે એવું શાળાના આચાર્ય શ્રી પ્રકાશભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવે છે.