મોરબી સિવીલ હોસ્પિટલમાં ફલુ OPDનું મેઈન બિલ્ડીંગમાં સ્થળાંતર કરાયું

મોરબી સિવીલ હોસ્પિટલમાં ફલુ OPDનું મેઈન બિલ્ડીંગમાં સ્થળાંતર કરાયું
Spread the love
  • અમદાવાદ થી ઈમ્પેકશનમાં આવેલ ટીમનું સુચન બાદ હોસ્પિટલ તંત્રએ ફલુ ઓપીડી નું કર્યું સ્થળાંતર

મોરબી : મોરબી સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસ નો હાહાકાર જોવા મળી રહો છે. ત્યારે આમજનતાની સુરક્ષા ને ધ્યાને લઈ હોસ્પિટલ તંત્ર દ્વારા પાર્કીંગ એરીયામાં ફલુ ઓપીડી કાર્યરત કરી હતી. પરંતુ થોડા દિવસો પહેલા અમદાવાદ થી ઈમ્પેકશનમાં આવેલ ટીમ દ્વારા ફલુ ઓપીડી કોવીડ (મેઈન) બિલ્ડિંગના ગ્રાઉન્ડમાં સ્થળાંતર કરવા સુચન કર્યુ હતું જેથી આજરોજ ફલુ ઓપીડી નું મેઈન બિલ્ડીંગમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના એમડી કક્ષાના તબીબોએ મોરબી સિવીલ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી અને કોવિડ ઓપીડી સેન્ટર,ઇન્ડોર સહિતના સ્થળનું નિરીક્ષણ કર્યુ હતું.

હાલ કોરોનાની ફલૂ ઓપીડી બહાર જૂની હોસ્પિટલમાં છે.તેને ત્યાંથી. ખસેડી કોરોના બિલ્ડિંગમાં રાખવાની સૂચનો કર્યા હતા.આ ઉપરાંત કોરોની ફલૂ ઓપીડી કરતા ડોકટરો અને સ્ટાફ પીપીઇ કીટ પહેર્યા વગર જ સારવાર કરતા હોવાનું જાણવા મળ્યા બાદ આ અંગે પણ સાવધાની રાખવા અને બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં ઓપીડીની વ્યવસ્થા કરવા સહિતની નાની ક્ષતિઓ દૂર કરવા સૂચન કર્યું હતું. જેથી હોસ્પિટલ તંત્ર દ્વારા પાર્કીંગ એરીયામાં કાર્યરત ફલુ ઓપીડી ને મેઈન બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર માં સ્થળાંતર કરવામાં આવી છે.

હોસ્પિટલ તંત્ર ની બેદરકારી

મોરબી સિવીલ હોસ્પિટલ માં કોરોના વાઈરસ ના દર્દીઓ માટે કાર્યરત કરેલ ફલુ ઓપીડીનું સ્થળાંતર કરવામાં આવી છે.પરંતુ જુની બિલ્ડીંગમાં ફલુ ઓપીડી ખાતે નવી ઓપીડી નું સુચના પત્રક લગાવવાનું ભુલી જતાં અનેક દર્દીઓ હેરાન થયા હતા.

રીપોર્ટ : જનક રાજા (મોરબી)

IMG_20201119_115401-1.jpg IMG_20201119_115415-0.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!