દર વર્ષે ડિસેમ્બરમાં 15 દિવસ સુધી યોજાતા વિજયનગરના આંતરસુબાના લોકમેળાની જગ્યા બદલવા રજુઆત

દર વર્ષે ડિસેમ્બરમાં 15 દિવસ સુધી યોજાતા વિજયનગરના આંતરસુબાના લોકમેળાની જગ્યા બદલવા રજુઆત
Spread the love

સાબરકાંઠા જિલ્લામાં દર વર્ષે દર વર્ષે ડિસેમ્બરમાં ૧૫ દિવસ સુધી યોજાતાવિજયનગરના આંતરસુબા આશ્રમે ભરાતા લોકમેળામાં ઊમટતા હજારો લોકોથી રસ્તો પંદર દિવસ સુધી રસ્તો જામ રહેતો હોઈ આ મેળાનું સ્થળ બદલવા અથવા ડાયવરઝન આપવા માટે રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
આંતરસુબા આશ્રમ ખાતે દર વર્ષે ૧લી થી૧૫ ડિસેમ્બર સુધીના ૧૫ દિવસ સળંગ યોજાતા આ લોકમેળામાં ગુજરાત-રાજસ્થાનના લોકો અંદાજે ૩૫ થી ૪૦ હજારની સંખ્યામાં મેળા રસિયાઓ મેળો માણવા ઉમટે છે, રોજ હજારોની સંખ્યામાં આવતા લોકોને લઈ આ આખો રોડ ચીક્કાર ભરાઈ જતો હોઇ વાહનવ્યવહાર આખાય રસ્તે જામ થઈ જતો હોઈ આ માટે મેળાની જગ્યા બદલવા માટે કાર્યકર ઇશ્વરભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર લખીને રજુઆત કરી છે.

આ રજૂઆતમાં તેમને જણાવ્યુ છે કે વિજયનગરના આંતરસુબા આશ્રમ ખાતે ડિસેમ્બરમાં ૧૫ દિવસીય મેળાને લઈ નેશનલ હાઇવે નં.૫૮ આસપાસ,બન્ને બાજુ ભરાતા મેળામાં રાજસ્થાન-ગુજરાતના લોકો આવતા હોઇ ,૫ થી ૭ કિલોમીટર લાંબી માનવ મહેરામણને લઈ રસ્તો જામ થઈ જાય છે.આ દરમિયાન વાહનો કે રોજિંદા અવરજવર કરતા લોકો પસાર થઈ શકતા નથી.જેથી મેળાનું સ્થળ બદલવામાં આવે અથવા આ રસ્તાનું ડાયવરઝન આપવામાં આવે એવી રજુઆત પણ તેમણે આ પત્રમાં કરી છે.આ અંગે ગાંધીનગર ખાતેની રાષ્ટ્રીય ધોરી માર્ગ કચેરીના અધિક્ષકને પણ તેમના અગાઉના પત્ર સંદર્ભ સાથે ઘટતું કરવા રજુઆત કરી છે.રોડની બન્ને સાઇડે રેલિંગ કરી આપવાની રજુઆત અન્વયે પણ ઘટતું કરવામાં આવે એવી માંગ પણ આ પત્રમાં દોહરાવવામાં આવી છે.

પ્રભુદાસ પટેલ (મોટી ઇસરોલ)

Screenshot_20201119-194002.jpg

Admin

Prabhudas Patel

9909969099
Right Click Disabled!