લીંબડી : ધાબળા અને ગોદડા વિતરણ કરવામાં આવતા ગરીબ પરિવારોમાં ખુશી જોવા મળી

- લીંબડી ફ્રેન્ડસ ફોરેવર ગૃપ દ્વારા ગરમ કપડા વિતરણ કરાયા
લીંબડી ફ્રેન્ડસ ફોરેવર ગૃપ દ્વારા ગરીબોને ગરમ ધાબળા અને ગોદડા વિતરણ કરવામાં આવતા ગરીબ પરિવારોની આંખોમાં ખુશી જોવા મળી હતી.લીંબડી શહેર છોટા કાશી તરીકે જાણીતું છે, ત્યારે આ શહેરમાં અલગ અલગ સંસ્થાઓ અને ગૃપના માધ્યમ થકી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે, ત્યારે કહેવામાં આવે તો એક કહેવત છે કે સામાન્ય માણસ માટે રોટી, કપડા ઔર મકાન એ મહત્વની મહત્વકાંક્ષા હોય છે. ત્યારે આજે લીંબડીના ફ્રેન્ડસ ફોરેવર ગૃપ લીંબડી દ્વારા ગરીબ પરિવારોને હાલ પડી રહેલી કડકડતી ઠંડીને ધ્યાનમાં લઈને ન્યુ શ્રધ્ધા સ્કુલ, પાવર હાઉસ રોડ ઉપર, મઢુલી હોલટ સામે અને પાછળ વસવાટ કરતા 65 થી 70 પરિવારોને ઠંડીથી રક્ષણ મળી રહે તે હેતુથી ગરમ ધાબળા અને ગોદડાનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા