માંગરોળ : પોક માટેની વાનીનો પોંક તૈયાર થવામાં માત્ર પંદર દિવસ બાકી

વર્ષેમાં એક વાર જેની સીઝન આવે છે.એ પોંક માટેની વાનીનો પાક માંગરોળ પંથકમાં તૈયાર થવાની આડે આવી પોહચ્યો છે. શહેરી વિસ્તારમાં કેટલાક સ્થળોએ પોંકનું વેચાણ શરૂ થઈ ગયું છે.પ્રારંભમાં પોંકના ભાવ ઉંચા રહે છે. હાલમાં શહેરી વિસ્તારોમાં ૫૦૦ રૂપિયાથી લઈ ૬૦૦ રૂપિયા એક કિલોનો ભાવ ચાલી રહ્યો છે.પોંક માટે અલગ જુવારનું બિયારણ આવે છે.
જેને વાની તરીકે ઓળખવામાં આવે છે. જે ખાવામાં વધુ મીઠાશ ધરાવે છે. સાથે જ નરમ (પોચી) પણ હોય છે. પોંકની વાનીમાંથી પોંકવડા સહિતની અન્ય ખાદ્ય વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. જેનું પણ સારૂ એવું વેચાણ આ સીઝનમાં થાય છે.જો કે ગ્રામીણ વિસ્તારોમાં શહેરી વિસ્તાર કરતાં પોંકના ભાવો ઓછા રહે છે.માંગરોળ પંથકમાં આ વાનીનો પાક બિલકુલ તૈયાર થવાની આડે આવી પોહચ્યો છે.અંદાજે પંદર દિવસ બાદ પોંકનું વેચાણ શરૂ થશે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)