એઇડ્સ અંગે જાગૃતિ લાવવા ધારાસભ્ય સહિતનાઓએ રીબીન આકારમાં માનવ સાંકળ રચી

એઇડ્સ અંગે જાગૃતિ લાવવા ધારાસભ્ય સહિતનાઓએ રીબીન આકારમાં માનવ સાંકળ રચી
Spread the love

મોરબી : આજે તા. 1 ડિસેમ્બર એટલે કે વિશ્વ એઇડ્સ દિવસ છે. એઇડ્સએ ગંભીર અને અસાધ્ય બિમારી છે. ત્યારે એઈડ્સ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા આજે મોરબી જિલ્લા પંચાયત કચેરીના કંપાઉન્ડમાં માનવ સાંકળ રચીને એઇડ્સના સિમ્બોલ સમાન રેડ રિબિન બનાવવામાં આવી હતી.

આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા, મોરબી વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ. કતીરા, એ.આર.ટી. સેન્ટર મોરબી, અનમોલ ટ્રસ્ટના સભ્યો તથા આરોગ્ય વિભાગ તેમજ પંચાયતની વિવિધ શાખાના કર્મચારીઓ અધિકારીઓ કોવીડ-19ની ગાઇડલાઇન અનુસાર જોડાયા હતા.

રીપોર્ટ : જનક રાજા (મોરબી)

WhatsApp-Image-2020-12-01-at-4.22.07-PM.jpeg

Janak Raja

Janak Raja

Right Click Disabled!