મોરબી અપડેટ અને IMAના સંયુક્ત ઉપક્રમે ‘કોરોનાની સાચી સમજ’ અંગે વેબીનાર અને લાઈવ પ્રશ્નોત્તરી

મોરબી અપડેટ અને IMAના સંયુક્ત ઉપક્રમે ‘કોરોનાની સાચી સમજ’ અંગે વેબીનાર અને લાઈવ પ્રશ્નોત્તરી
Spread the love
  • તા. 4 ડિસેમ્બરે રાત્રે 9થી 10 કલાકે ફેસબૂક પર લાઈવ : મોરબીવાસીઓ કોરોના અંગેના પ્રશ્નો પણ પૂછી શકશે

મોરબી : મોરબી જિલ્લાનું સૌથી વધુ વાચકો ધરાવતું નંબર વન ડિજિટલ ન્યુઝ નેટવર્ક ‘મોરબી અપડેટ’ અને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)-મોરબીના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે ‘કોરોનાની સાચી સમજ’ અંગે વેબીનાર અને લાઈવ પ્રશ્નોત્તરીના સેશનનું આયોજન થઇ રહ્યું છે. દિવાળીના તહેવારો બાદ મોરબી જિલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસ તેજ ગતિએ વધી રહ્યા છે. એમ કહી શકાય કે કોરોના વાયરસની બીજી લહેર મોરબી આવી પહોંચી છે. ત્યારે લોકોમાં કોરોનાના રોગ વિષે કેટલીક અસમંજસ છે. તેમજ કોરોના પોઝીટીવ છે કે નહીં તે જાણવા ક્યો રિપોર્ટ કરાવવો, આ સહિતના અનેક પ્રશ્નો લોકોને મૂંઝવી રહ્યા છે. ત્યારે મોરબીવાસીઓને ‘કોરોનાની સાચી સમજ’ અને કોરોના સામે બચાવના ઉપાયો આપવા માટે ‘મોરબી અપડેટ’ અને IMA દ્વારા લાઈવ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી અપડેટ’ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન – મોરબીના સંયુક્ત ઉપક્રમે ‘કોરોનાની સાચી સમજ’ અંગે વેબીનાર આગામી તા. 4 ડિસેમ્બર, 2020ના રોજ શુક્રવારે રાત્રે 9 થી 10 કલાક દરમિયાન ‘મોરબી અપડેટ’ના ફેસબૂક પેઈજ પર લાઈવ યોજાશે. આ કાર્યક્રમમાં મોરબી NMOના અધ્યક્ષ તથા મોરબી IMAના પ્રમુખ ડો. વિજય ગઢીયા, મોરબી NMOના મંત્રી તથા મોરબી IMAના મંત્રી ડો. દિપક અઘારા (MD, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ) તથા જાણીતા પીડિયાટ્રિશિયન ડો. મનીષ સનારીયા મોરબીવાસીઓને કોરોના વાયરસ અંગે વિસ્તૃત માહીતી આપશે. મોરબીવાસીઓ આ કાર્યક્રમના ફેસબૂક લાઈવ દરમિયાન કમેન્ટ બોક્સમાં કોરોના અંગે મુંઝવતા પ્રશ્નો પૂછી શકશે. તેમજ કાર્યક્રમ અગાઉ કોરોના અંગેના પ્રશ્નો મોરબી અપડેટના મો.નં. 95376 76276 પર વોટ્સએપમાં મેસેજ કરી શકશે. તો મોરબીવાસીઓ પરિવાર સાથે કોરોના અંગે ફેસબૂક લાઈવ જોવાનું ચૂકશો નહીં…

મોરબી અપડેટ’ ફેસબૂક પેઈજ લિંક : https://www.facebook.com/morbiupdate

રીપોર્ટ : જનક રાજા, મોરબી

09-12-46-c7b714cc-3f6e-47b9-b16d-32b9fee28c47-1-696x870.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!