વિસાવદર : ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે આવેદન આપવામાં આવ્યું

વિસાવદર : ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે આવેદન આપવામાં આવ્યું
Spread the love

વિસાવદર તાલુકાના ખેડૂત દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું. જેમાં ખેડૂતોને તાજેતરમા કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ બિલ નો કાયદોનો વિરોધ કરવા માટે હાલમાં પંજાબ તેમજ હરિયાણા મા ચાલતા આંદોલન ને સ્માર્થન આપતું આવેદન પત્ર વિસાવદર મામલતદાર ને આપવામાં આવ્યું હતુ અને વિસાવદર તાલુકાના ખેડૂતો દ્વારા જો નવા કૃષિ બિલમાં સરકાર દ્વારા સુધારો કરવામાં નહીં આવેતો ખેડૂતો પોતાની તમામ તાકાત લગાડીને દેશવ્યાપી આંદોલન કરશે તેવી ચીમકી ઉંચારી હતી.

આઝાદ દેશમાં હિટલર જેવું શાસન ચલાવતા સતાધીસો જો સાનમાં નહીં સમજે તો દિલ્લી નુ શાસન ખેડૂતો હલાવી નાખશે તેવું પણ ખેડૂત દ્વારા ચીમકી ઉચ્ચાર વામાં આવીહતી આવેદન આપવામાં વિસાવદર ના તમામ ગામડે થી ખેડૂતો આવેલ હતા કોરોના મહામારી ને ધ્યાને લઈને દરેક ગામડે થી સીમિત લોકો આવ્યા હતા અને વિસાવદર મામલતદાર ને આવેદન પત્ર આપેલ હતુ.

રિપોર્ટ : હરેશ મહેતા

IMG-20201204-WA0001-2.jpg IMG-20201204-WA0003-1.jpg IMG-20201204-WA0002-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!