મોરબીના પાનેલી ગામ પાસે દારૂ ભરેલી બોલેરો કાર ઝડપાઇ : રૂ. 1.18 લાખનો વિદેશી દારૂ પકડાયો

મોરબીના પાનેલી ગામ પાસે દારૂ ભરેલી બોલેરો કાર ઝડપાઇ : રૂ. 1.18 લાખનો વિદેશી દારૂ પકડાયો
Spread the love

મોરબી : મોરબી તાલુકાના પાનેલી ગામ પાસે રૂ. 1.18 લાખનો વિદેશી દારૂ ભરેલી બોલેરો કાર પકડાઈ છે. તાલુકા પોલીસે રૂ. 4.18 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બોલેરો કારના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસે પાનેલી ગામ પાસે ધામેણીયા જવાના રસ્તેથી જીજે 12 એવી 4097 નંબરની બોલેરો કારમાંથી 348 બોટલ દારૂ કિંમત રૂ. 1.18 લાખનો જથ્થો પકડી પાડ્યો છે.

દારૂ સાથે રૂ. 3 લાખની કિંમતની બોલેરો કાર મળી કુલ રૂ. 4.18 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કામગીરીમાં તાલુકા પોલીસના સબ ઇન્સ્પેકટર ડી.વી. ડાંગર, હેડ કોન્સ. નગીનદાસ નિમાવત, દિનેશભાઈ બાવળીયા, જુવાનસિંહ ઝાલા, હિતેશભાઈ મકવાણા, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, ફતેસંગ પરમાર, હિતેશભાઈ ચાવડા, યોગીરાજસિંહ જાડેજા, ભરતદાન ગઢવી અને અરવિંદ બેરાણી રોકાયેલ હતા.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

મોરબી-તાલુકા-પોલીસ-સ્ટેશનનો-ફાઇલ-ફોટો-.png

Janak Raja

Janak Raja

Right Click Disabled!