હાલોલ ગોપીપુરા રોડ પર સિમેન્ટ ભરેલું મીક્ષર મશીન ટેન્કર પલ્ટી ખાતા ચાલકનો આબાદ બચાવ….

હાલોલ પાવાગઢ બાયપાસ રોડ થી ગોપીપુરા ગામના જવાના રસ્તે શનિવારે સાજના સુમારે સિમેન્ટ ભરેલું એક મીક્ષર મશીન સાથેનું ટેન્કર પસાર થઇ રહ્યું હતું તે દરમિયાન ડમ્પર મીક્ષર મશીન ટેન્કરના ચાલકનો કાબુ સ્ટેરીગ પરથી ગુમાવતા ટેન્કર પલ્ટી ખાઈ રોડની સાઈડમાં આવેલ કોતર ખાડામાં ખાબકયું હતું જેમાં સદનસીબે ટેન્કર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. જેમાં ટેન્કરના પલ્ટી ખાવાથી ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી ટેન્કર પલ્ટી ખાતા રોડ પરથી પસાર થતા વાહનો સહિત આસપાસ થી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)