દિયોદરના આજુ બાજુના વિસ્તાર ધુમ્મસભર્યું વાતાવરણ અને કમોસમી વરસાદનુ આગમન

કમોસમી વરસાદના ખેતીના પાકને ભારે નુકશાન થવાની સંભાવના દેખાઈ રહી છે. એમાં આજે બિજા દિવસે વહેલી સવારથી દિયોદર, વાવ, સુઈગામ મા વાદળ છાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. જેમા ધુમ્મસ ભર્યું વાતાવરણને કારણે હાઈવે પર પસાર થતા વાહનો ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેમા દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેતા નગરજનોને અનુભવ થયો હતો ત્યારે ખેડૂતો આવા વાતાવરણને લઇને ચિંતામાં મુકાયા હતા.
અહેવાલ : મનુભાઈ સોલંકી (બનાસકાંઠા)