વિદેશી દારૂ પકડી પાડતી હડાદ પોલીસ : 3 આરોપી અને કારની અટકાયત કરી

ગુજરાત નું સૌથી મોટુ શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે. આ ધામ આસપાસ થી રોજની હજારો ગાડીઓ પસાર થઈ રહી છે ત્યારે સુરક્ષા ના ભાગ રૂપે અહી પોલિસ તરફથી વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે હડાદ પોલીસ સ્ટેશન ના વિસ્તાર મા હાઇવે માર્ગ પર પોલીસ દ્વારા ચેકીંગ દરમિયાન એક સફેદ કલરની કારમાથી દારૂની બોટલો મળી આવી હતી.
જેની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સફેદ વરના કાર માંથી 12 બોટલ વિદેશી દારૂ કાળા કટ્ટા માથી પકડાયો હતો. આ સાથે આ કારમાથી 3 લોકો પણ પકડાયા હતા જેમની પાસે થી 3 મોબાઇલ મળી આવ્યા હતા જેની કિંમત 5000 રૂપિયા છે. આ સાથે કાર ની કિંમત 1.5 લાખ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે