ડભોઇ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા સદસ્યતા અભિયાન

ડભોઇ સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય કિશાન સંઘ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત મીટીંગ યોજાયી હતી.જેમાં સુરેશભાઈ પટેલ ભરતીય કિશાન સંઘ વડોદરા જિલ્લા સંયોજક, ઠાકોર ભાઈ વિભાગ સંયોજક,આર.કે પટેલ ભારતીય કિશાન સંઘ ગુજરાત વિભાગ પ્રદેશ મંત્રી તેમજ પુરાણી સ્વામી હાજર રહ્યા હતા.જેમાં પુરાણી સ્વામી ના હાથે દીપ પ્રગટાવી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી.આ મીટીંગ માં ભારતીય કિશાન સંઘ દ્વારા સરકાર ને આડે હાથે લીધી હતી.અને વારંવાર ખેડૂતો સાથે થતા અન્યાય માટે તમામ ખેડૂતો એકજુથ થાય અને સરકાર સામે તેઓનો પક્ષ મજબૂતી થી રાખી શકાય તે માટે ખેડૂતો એ પોતાની તાકાત નો ઉપયોગ કરવો પડશે અને એકજૂથ થઇ સંગઠન અને યુનિયન થકી પોતાનો અવાજ બુલંદ કરવા હાકલ કરી હતી.ખેડૂત અગ્રણી આર.કે પટેલ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે ખેડૂતો માટે ખેડૂતધરા અને ખેડૂતો માટે ચાલતી સંસ્થાઓ ને આઝાદી પેહલા અંગ્રેજો લૂંટતા રહ્યા છે.
હવે સરકાર લૂંટી રહી છે. માટે હવે કિશાન સંઘ નું કામ ગ્રામ્ય લેવલ થી લઇ રાજ્ય સુધી પહોંચવું જોઈએ નું આહવાન કરવામાં આવ્યું હતું.ભારતીય કિશાન સંઘ ખેડૂતો ના કલ્યાણ માટે લડતો સંઘ છે.અને દેશ ના ભંડારા પુરા કરીશું પણ કિંમત પુરી લઈસુ ના સૂત્ર સાથે ભારતીય કિશાન સંઘ નું સંગઠન મજબૂત કરવા આવ્યો છુ નું આર.કે પટેલ દ્વારા જણાવવા માં આવ્યું હતું.આ ઉપરાંત ભારતીય કિશાન સંઘ દ્વારા સરકાર વિરુદ્ધ ના નારા માં જો હમસે ટકરાયેગા વોહ હમસે મિલ જાયેગા અને પહેલા વાત પછી મુલાકાત અને જો ના માને તો પછી લાત જેવા સુત્રોચાર કરી ભારતીય કિશાન સંઘ મજબૂત બનાવવા અને ખેડૂતો નો અવાજ સરકાર સુધી પહોંચે માટે ભારતીય કિશાન સંઘ ને મજબૂત બનાવવા સદસ્યતા અભિયાન રાખવામાં આવ્યું હતું.જેમાં ડભોઇ ડે.કલેકટર દ્વારા ખેડૂતો સાથે ઓરમાયું વર્તન થાય છે ની રજુઆત ખેડૂતો એ સંઘ ના અગ્રણીઓ સમક્ષ કરી હતી જેની ઉચ્ચકક્ષા એ રજુઆત કરવાની માંગ કરી હતી.