જૂનાગઢ : કેશોદ તાલુકામાં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા વધુ 1 માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર
જૂનાગઢ : કેશોદ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેરનામા મુજબ કેશોદના વોર્ડ નં.૭માં સોનલ પાર્કમાં આવેલ નીકેશભાઇ મગનભાઇ પરસાણીયાના ઘરથી વિમલભાઇ બાબુભાઇ દેકીવાડીયાનાં ઘર સુધીનો વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે.
જ્યારે કેશોદના વોર્ડ નં.૭માં સોનલ પાર્કમાં આવેલ દીક્ષીતભાઇ ઘોડાસરના ઘરથી કેતનભાઇ મગનભાઇ મેંદપરાના ઘર સુધીનો વિસ્તાર બફરઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામું તા.૨૮ ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. માઈક્રો કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન, ડીસઈન્ફેકશનતથા કોવીડ૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ