ડૉ. કલામ ઇનોવેટિવ વર્ક દ્વારા વિજય દિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી

ડૉ. કલામ ઇનોવેટિવ વર્ક દ્વારા વિજય દિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી
Spread the love

આ કપરા સમય માં અમરેલી ની જાણીતી સંસ્થા ડો. કલામ ઇનોવેટિવ વર્ક ના યુવાનો દ્વારા અમરેલી શહેર ના બહેનો માટે ખાસ દેશ ની પ્રથમ મહિલા એરફોર્સ ઓફિસર ગુંજન સક્સેના ના જીવન પર આધારિત પ્રેરક પિકચર એંજલ સિનેમા ખાતે બતાવવા નું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય દિવસ પર ભારત દેશ ની દીકરી કારગીલ ગર્લ ગુંજન સક્સેના ની સ્ટોરી નિહાળવા માટે મહિલા અગ્રણીઓ અને જેમની આંખો માં આકાશ ને વિહરવા ના સપનાઓ છે તેવી બહેનો ખાસ ઉપસ્થિતિ રહી હતી. કારગીલ ગર્લ ગુંજન સક્સેના ની સાહસ, નીડરતા, લક્ષ્ય પ્રાપ્તિ, સંકલ્પ શક્તિ,ના પ્રેરક સંદેશ સાથે સ્ટોરી નીહાળી હાજર સૌ કોઈ પ્રભાવિત થયા હતા.

આ તકે બેટી બચાઓ બેટી પઢાઓ ના અભિયાન અંતર્ગત જેમણે દીકરીઓ ને ૭૦૦૦ કિલો કેક ફ્રી માં વિતરણ કરી છે તેવા સુપર હીરો શ્રી ઘનશ્યામ કેક ના માલિક સંજયભાઈ નું આ તકે ડો. કલામ ઇનોવેટિવ વર્ક દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે અમરેલી માં બાળ આરોગ્ય ક્ષેત્રે શું પ્રસિદ્ધ ડૉ. નીતિન ત્રિવેદી સાહેબ, ડો. સ્વાતીબેન ત્રિવેદી, બાંધકામ સમિતિ ના ચેરમેન કોમલ બેન રામાણી, અને મિલીબેન ઠાકર દ્વારા વિજય દિવસ ની આ અનોખી ઉજવણી ને આવકારવા માં આવી હતી અને ડૉ. કલામ ઇનોવેટિવ વર્ક ના યુવાનો ને આ સુંદર અને નવીનત્તમ આયોજન માટે વિશેષ અભિનંદન આપવામાં આવ્યા હતા. તેવું ડો. કલામ ઇનોવેટિવ વર્ક અમરેલી ના પંડ્યા પ્રીતિશ ભાઇ ની યાદી માં જણાવેલ છે.

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

IMG-20201217-WA0028.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!