ભરૂચમાં માસ્ક પહેર્યા વિના જ પોલીસકર્મીએ ફ્રૂટની લારીઓ પર દંડાવાળી કરી

ભરૂચ બાયપાસ રોડ પર પોલીસકર્મીએ માસ્ક પહેર્યા વિના જ ફ્રૂટની લારીઓ પર દંડવાળી કરી હતી. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. માસ્ક સહિતના કાયદાનું પાલન કરાવવા નીકળેલી ભરૂચ બી ડિવિઝન પોલીસના જવાનો જ ગળામાં માસ્ક લટકાવીને કાર્યવાહી કરતા જોવા મળ્યા હતા. જેને પગલે વેપારીઓ અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.
સ્થાનિક લોકોમાં પોલીસની કામગીરી સામે આક્રોશ
ભરૂચ બાયપાસ રોડ પર ફ્રૂટની લારીઓ પર વેપારીઓને ભરૂચ બી ડિવિઝન પોલીસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરાવવા માટે નીકળી હતી. જોકે, પોલીસકર્મીઓ પોતે જ માસ્કના નિયમોની ઐસીતૈસી કરતા જોવા મળ્યા હતા. એક પોલીસકર્મીએ નાકથી નીચેના ભાગે ગળામાં માસ્ક પહેર્યું હતું અને પોલીસકર્મીએ માસ્ક ન પહેરવા બાબતે ફ્રૂટની લારીઓ પર દંડાવાળી કરી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયાં વાઈરલ થયો છે. જેને પગલે વેપારીઓની સાથે સાથે સ્થાનિક લોકોમાં પણ પોલીસની કામગીરી પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)