ઇડર તાલુકા ફળ અને શાકભાજી તાલુકા સંઘની મિટિંગ યોજાઇ

ઇડર તાલુકા ફળ અને શાકભાજી તાલુકા સંઘની મિટિંગ યોજાઇ
Spread the love
  • ઇડરના મોહનપુરા ખાતેના દિવેલા સંઘના પરિસરમાં આવેલ તાલુકા ફળ અને શાકભાજી તાલુકા સંઘની બોર્ડ ઓફ ડિરેકટરોની માસિક મિટિંગ સંઘના ચેરમેનશ્રીના અધ્યક્ષ સ્થાને સંઘના બોર્ડ ઓફીસમાં યોજાઈ

જેમાં સઘ ની વિવિધ કામગીરી અને આવનાર ભવિષ્ય ખેડૂતોને વધુ નફાકારક બનાવી ઉત્પાદન અને વેચાણમાં સળતા રહે તે માટેના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી, સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓના લાભ ખેડૂતોને ઘર આંગણે મળી રહે તેવા પ્રયાસો થકી તાજા શાકભાજી અને ફળનું વેચાણ ખેતરોમાંથી સીધું ગ્રાહક સુધી પહોંચાડવા વગેરે બાબતો સાથે સંઘની પ્રગતિ અને વિકાસ માટે તેમજ ખેડૂતો પાસેથી ખરીદી કારેલ માલ અમદાવાદમાં અને બીજા અન્ય શહેરમાં વેપાર કરવાનું આયોજન વિશે ચર્ચા કરવામાં આવી, જ્યારે તાજેતરમાં કેન્દ્ર સરકાર ધ્વરા નવીન કૃષિ બિલના સમર્થન માં ઠરાવ પસાર કરી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને ખેડૂતો ના હીત માં લીધેલા નિર્ણયો માટે અભિનંદન આપવામાં આવ્યા હતા.

બોર્ડના બે મેમ્બર્સ કનુભાઈ પટેલ મહા મંત્રી અને મુકેશભાઈ પરમાર ને ઉપપ્રમુખ તરીકે જિલ્લા ભાજપના નવીન સંગઠનમાં નિયુક્ત થતા અભિનંદન આપવામાં આવ્યા હતા, બધુંમાં સઘન ceo પ્રકાશભાઈ ધ્વરા પ્રેઝન્ટેશન દ્વારા વિશ્વ અને ભારતના માર્કેટ વિશે માહિતી આપી ભવિષ્યમાં સંઘની કરવાની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી ત્યારે ચેરમેન શ્રી સતિષભાઈ એ દિલ્લી ખાતે વિવિધ સરકારી કચેરીઓ ધ્વરા ખેડૂતોની આવક બમણી કરવાના હેતુ સહ તાલુકા કક્ષાએ પ્રોસેસિંગ પ્લાન્ટ વિશેની માહિતી આપી હતી અને જિલ્લા ફળ અને શાકભાજી સંઘ તથા જિલ્લા તેલીબિયાં દિવેલાના ચેરમેન અશોકભાઈ ધ્વરા સંઘના ઉપસ્થિત સૌ સભ્યોને પોતાના વિવિધ ક્ષેત્રોના અનુભવનો ઉપયોગ કરી તાલુકા અને જિલ્લા બંને સંઘોના વિકાસ માટે યોગ્ય માર્ગદર્શન સાથે સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

સંઘ ના ઉપપ્રમુખ ધર્મેન્દ્ર ભાઈ પટેલ ધ્વરા ઉપસ્થિત સૌ ડિરેક્ટરશ્રીઓનો આભાર વ્યક્ત કરી પ્લાસ્ટીક મુક્ત ભારત મુહિમને વેગવંતુ બનવવાના પ્રયાસે તાલુકા અને જિલ્લા સંઘો એ કાપડની બેગોની શરૂઆત કરાઈ ફળ અને શાકભાજી સંઘનો ગુકોપમાર્ટમાં આવતા ગ્રાહકોને પ્લાસ્ટિક બેગની જગ્યાએ કાપડની બેગોનો ઉપયોગ કરવા ગ્રાહકોને પ્રેરવાના પ્રયાસ કરવા આજે કાપડની બેગો લોન્ચિંગ કરવામાં આવી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20201228-WA0177-2.jpg IMG-20201228-WA0178-1.jpg IMG-20201228-WA0175-0.jpg

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!