સોલાર પાવર પોલિસી 2021ને લઈને મહત્વની જાહેરાત

સીએમ રૂપાણીએ સોલાર પાવર પોલિસી 2021ની જાહેરાત કરી છે. સોલાર પાવર પોલિસી-2021 પાંચ વર્ષ સુધી રહેશે. દરેક વ્યક્તિ વાપરી શકે તે માટે સોલાર પાવરની પોલિસીને ઓપન કરવામાં આવી છે. નવી નીતિથી સૌરઊર્જાનો દર ઘટશે. આ પોલિસીના કારણે સોલાર પાવર કોસ્ટમાં મોટો ઘટાડો થશે. લગભગ 4.50 રૂપિયાની આસપાસ ખર્ચ થશે. હાલમાં એક યુનિટના 8 રૂપિયા લેવાયા છે. જે હવે ઘટીને 4.50 રૂપિયા કરવાનો નિર્ણય લેવાયો છે.
તેમણે આ પોલીસીની વિગતો આપતા કહ્યુ કે, રાજ્યના લઘુ-MSME, મધ્યમ ઊદ્યોગોની પ્રોડકશન કોસ્ટ સોલાર એનર્જીના વપરાશને કારણે ઘટશે. એટલું જ નહિ, આવા ઊદ્યોગો સહિત રાજ્યના મોટા ઊદ્યોગો પાણ વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટીશનમાં ઊભા રહી શકશે. આ નવી સોલર પાવર પોલીસી આગામી પાંચ વર્ષ એટલે કે 31 ડિસેમ્બર 2025 સુધી કાર્યરત રહેશે.
જેમાં સ્થાપિત સોલર પ્રોજેક્ટ્સ માટેના લાભો 25 વર્ષના પ્રોજેક્ટ સમયગાળા માટે મેળવી શકાશે. આ પોલીસી અંતર્ગત રહેણાંક હેતુના ગ્રાહકો માટે, ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકો દ્વારા કેપ્ટિવ ઉપયોગ માટેના, થર્ડ પાર્ટી દ્વારા ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકને વેચાણ માટેના, વીજ વિતરણ કંપનીઓને (ડિસ્કોમ) વીજ વેચાણ કરવા માટેના પ્રોજેક્ટ્સ સ્થાપી શકાશે.