સ્થાયી સમિતિ-વિપક્ષના ‘વિરોધ’ વચ્ચે શહેરમાં પીકઅપ સ્ટેન્ડનું કામ ચાલુ…!

સ્થાયી સમિતિ-વિપક્ષના ‘વિરોધ’ વચ્ચે શહેરમાં પીકઅપ સ્ટેન્ડનું કામ ચાલુ…!
Spread the love

શહેરમાં હાલ 2.34 કરોડના ખર્ચે 81 જેટલા પીકઅપ સ્ટેન્ડ બનાવવાની કામગીરી ચાલું છે. સ્થાયી સમિતીએ અગાઉ 2 વખત મેયરની ગ્રાન્ટમાંથી પીકઅપ બસસ્ટેન્ડ બનાવવાની દરખાસ્ત ફગાવી દીધી હતી. ત્યારે મેયરે 27 ઓક્ટોબરે બેઠક બોલાવી 81 પીકઅપ બસ સ્ટેન્ડ બનાવવાના ટેન્ડરને મંજૂર કરી કામગીરી હાથ ધરવા મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો હતો.

તે સમયે જીપીએમસી એક્ટની જોગવાઈઓને ટાંકીને મેયરે બેઠક બોલાવી હતી અને ત્યારબાદ કાયદાકીય જોગવાઈ મુજબ જ વિકાસકાર્યો હાથ ધરવા માટે કમિશનરને સૂચના અપાયાનો દાવો મેયરે કર્યો હતો. સામે પક્ષે સ્થાયી સમિતિના એક જૂથે બજેટ કોડમાં જોગવાઈ ન હોય તો કરોડો રૂપિયાનું ટેન્ડર મંજૂર ન કરી શકાય તેવી દલીલ સાથે મેયરને આવી સત્તા ન હોવાનો દાવો કર્યો હતો.

બીજી તરફ સ્થાયી સમિતિના સભ્યો કોઈપણ ભોગે દરખાસ્તને મંજૂરી ન આપવા માટે મક્કમ હતા અને મેયર મુદત પૂરી થતાં પહેલાં પોતાની ગ્રાન્ટનો ઉપયોગ બસ સ્ટેન્ડ બનાવવા મક્કમ હતા. જોકે હવે શહેરમાં પીકઅપ સ્ટેન્ડની કામગીરી શરૂ થઈ છે. જેમાં બસના સમયપત્રક, રૂટ સહિતની માહિતી ડિસ્પ્લે કરવા એલઈડી સ્ક્રીન સુવિધા ઊભી કરવાનું આયોજન હોવાનું કહેવાય છે.

IMG-20201229-WA0044.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!