કોરોના વોરિયર્સ પોલીસ અધિકારીઓનું મેયરના હસ્તે સન્માન

મેયર રીટાબેન પટેલ દ્વારા સોમવારે પોલીસ અધિકારી, કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યુ હતું. આ તકે ડીવાયએસપી એમ. જે. સોલંકી તથા એમ. કે. રાણા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે મેયરે પોલીસની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે, ‘કોરોનાકાળમાં જાહેર આરોગ્ય સુરક્ષાની જાળવણી માટે પોલીસ જવાનો દ્વારા પરિવારની પણ પરવા કર્યા વગર દિવસ રાત ફરજ બજાવવામાં આવી હતી. પોલીસ જવાનો ગરમી, વરસાદ અને ઠંડી જોય વગર ખંતપૂર્વક ફરજ બજાવે છે. કપરી ફરજ દરમિયાન ઘણા પોલીસ જવાનો પણ કોરોનાથી સંક્રમિત થવા છતાં સાજા થઇને પરત ફરજ પર હાજર થયાં છે.’