રાજકોટ : રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કફર્યુના સમયગાળામાં 1 કલાકનો ઘટાડો

રાજકોટ : રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કફર્યુના સમયગાળામાં 1 કલાકનો ઘટાડો
Spread the love

રાજકોટ-અમદાવાદ-સુરત-વડોદરા ચારેય મહાનગરોમાં ૧ જાન્યુઆરીથી રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રીના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી રહેશે. છેલ્લા ૧૫ દિવસથી કોરોનાના કેસોની સંખ્યા સતત ઘટતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. આજે તો ૮૦૦ ની નીચે કોરોનાના નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૭૯૯ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ ૭ લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક ૪૩૦૨ પર પહોંચ્યો છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા ૨,૪૪,૨૫૮ પર પહોંચી છે. ૧ જાન્યુઆરીથી કર્ફ્યૂ રાત્રે ૧૦ વાગ્યાથી શરૂ થશે. જેનાથી લાગી રહ્યું છે કે કોરોનાને નાથવા માટે સરકાર હજી પણ રાત્રિ કર્ફ્યૂં હટાવવાનાં મૂડમાં નથી.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20201231-WA0083.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!