કડીની આદર્શ હાઈસ્કૂલમાં રકતદાન શિબિર કેમ્પ

કડીના પી.એમ.જી.ઠાકર આદર્શ હાઈસ્કૂલ ખાતે ડી.ઇ.ઓ.એ.કે.મોઢ,ડી.પી.ઇ.ઓ.ગૌરાંગ વ્યાસ તથા મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ,તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા માધ્યમિક શિક્ષક સંઘના સહયોગથી કોરોના વિકટ સમયમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. રક્તદાન શિબિરમાં રાજય પરીક્ષા બોર્ડ અધ્યક્ષ પ્રફુલ જલુ ,પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, મહામંત્રી રાકેશભાઈ, તાલુકા પ્રમુખ કનૈયાલાલ,મંત્રી તથા કારોબારી સભ્યો તથા માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના સહયોગથી સફળતાપૂર્વક આયોજન પૂર્ણ કરવામાં આવ્યું. રક્તદાન કેમ્પ મહેસાણા જેસીસ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બ્લડ બેન્ક દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં 102 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.