કરણનગર ગામના તલાટી વયનિવૃત્ત થતાં વિદાય સમારંભ

કડી તાલુકાના કરણનગર ગામમાં છેલ્લા પાંચ વર્ષથી તલાટી તરીકે ફરજ બજાવતા ભરતભાઇ પટેલ વય નિવૃત થતા કરણનગર ગામમાં તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. કરણનગર ગામ પંચાયતમાં તલાટી તરીકે પાંચ વર્ષ સફળતાપૂર્વક ફરજ બજાવી વય નિવૃત થયા હતા. આ સમારંભમા કરણનગર ગામ પંચાયત ના સરપંચ પરેશભાઈ પટેલ, ભાજપ તાલુકા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ વી.કે.પટેલ, નગરશેઠ,પાથઁમિક શાળાના આચાર્ય, કડી માર્કેટયાટના ડિરેક્ટર રમેશભાઈ પટેલ, ગામ પંચાયતના સભ્યો કડી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકાર એમ. બી. ઝાલા તેમજ તાલુકા પંચાયત નો સ્ટાફ ગામ પંચાયતોના તલાટી કમમંત્રી, તેમજ આગેવાનો તથા ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાયઁકમ કરણનગર ઋણમુક્તેશશ્વર મહાદેવ મંદિર ખાતે બી.એમ.પટેલ નો વિદાય સમારંભ નુ આયોજન કરવામા આવ્યુ હતુ આ કાયઁકમ ની આભારવિધિ પિયુષભાઈ પટેલ કરી હતી.