કોરોનાકાળ દરમિયાન તંત્ર દ્વારા વડોદરામાં આવેલા કમાટીબાગમાં ઝૂનું રિડેવલપમેન્ટ

ઉલ્લેખનીય છે કે 141 વર્ષ બાદ કમાટીબાગ ઝૂનું રિડવેલપમેન્ટ કામ હાથ ધરવામાં આવશે. પ્રાત્ મળતી વિગત અનુસાર વડોદરામાં આવેલા કમાટીબાગ ઝૂનું રિડવલપમેન્ટ કરવામાં આવશે. અંદાજે 141 વર્ષ બાદ તંત્ર દ્વારા રિડવલપમેન્ટની કાર્યવાહી હાથ ધરાશે. આ સાથે તંત્ર દ્વારા હાથી અને રીંછને લાવવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં અંદાજે 30 વર્ષ બાદ કમાટીબાગ ઝૂમાં હાથી આવશે. આમ વર્ષો બાદ ફરી બાળકોને ઝૂમાં હાથી જોવા મળશે. આ સાથે ઝૂમાં વધુ એક રીંછ પણ લાવવામાં આવશે.
જો ઝૂમાં હાથીને લઇને વાત કરીએ તો 90ની સાલમાં મૃત્યું થયા બાદ તંત્ર દ્વારા ફરી રાખવાની મંજૂરી આપવામાં આવી નહોતી. ત્યારે હવે મંજૂરી મળતા ફરી મુલાકાતીઓ હાથી પણ જોઇ શકશે. આમ કમાટીબાગ ઝૂમાં સફેદ વાઘ અને રીંછ મુલાકાતીઓને જોવા મળી શકશે. આ સાથે 141 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સફેદ વાઘ ઝૂનો મહેમાન બનશે. હાલમાં આ ઝૂમાં એક નર અને એક માદા વાઘ છે. સફેદ વાઘ મૂળ બંગાળના સુંદરવનમાં વધારે જોવા મળે છે. આમ તો વાઘ નોર્મલ જે વાઘ હોય તેવા જ હોય છે, પરંતુ વ્હાઇટ રંગના રંગસૂત્ર અન્ય રંગોના રંગસૂત્ર પર હાવી થતાં તેની ચામડીનો રંગ પીળા-કાળા રંગની જગ્યાએ સફેદ જ રહે છે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ )