માંગરોળ-ઉમરપાડા તાલુકા સહિતના પ્રાથમિક શિક્ષકોએ ઓનલાઇન યોજેલા વેબિનારમાં ભાગ લીધો

સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઇ પટેલ અને, માંગરોળ-ઉમરપાડા તાલુકા સહિત જિલ્લા ભરનાં પ્રાથમિક શિક્ષકોએ પણ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. દિપક આર. દરજી દ્વારા હાલની પરિસ્થિતિને દયાનમા રાખીને જાતિય સતામણી અંતર્ગત અપની બેટી અપના કર્તવ્ય વિષય ઉપર સુરત જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ઓન લાઈન વેબિનાર નુ આયોજન કર્યું હતું.એમાં જોડાયા હતા.જેમાં માઇક્રો સોફ્ટ ટીમ એપ્લિ કેશનના માધ્યમથી સુરત જિલ્લાના તમામ શિક્ષકો જોડાયા હતા. આ વેબિનારમા ડો દિપક આર. દરજી એ જાતિય સતામણી અંતર્ગત વધુમા વધુ બાળકોમા જાગૃતિ ફેલાયએ માટે શિક્ષકોને ખાસ સૂચન કરવામાં આવ્યું હતું.આ અંગે સમાજમા જાગૃતિ આવે તે માટે શિક્ષકોને ખાસ પ્રચાર કરવા જણાવ્યું હતું.
તજજ્ઞ તરીકે ડો લતિકાબેન શાહએ નાના બાળકો ઉપર જે જાતિય સતામણી થાય છે.અને તેઓ ને કેવી રીતે માહિતગાર કરવા તે અંગેની ઓન લાઇન ખુબ સુંદર સમજ આપી હતી. આ વેબિનારમા સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે પણ જોડાયા હતા.આ અંગે બાળકોમા જાગૃતિ ફેલાય અને બાળકો આ અંગે માહિતગાર થાય એમ જણાવ્યું હતું. આ સાથે નાયબ DPEO સ્વાતિબેન પટેલે પણ શિક્ષકોને માર્ગદર્શન પૂરૂ પાડયું હતુ. એલ. પી. ડી. હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વિજયભાઈ પટેલે હાજર રહી સાથ સહકાર આપ્યો હતો. વેબિનારમા શિક્ષકો તરફ થી જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એનાં પ્રત્યુત્તર પણ ડો લતિકાબેન શાહ દ્વારા આપવામાં આવ્યા હતા. આમ આ વેબિનાર ખુબ સફળ રહ્યો હતો.
રિપોર્ટ:નઝીર પાંડોર (માંગરોળ- સુરત )