માલપુર તાલુકા સંકલન સમિતિની મિટિંગ યોજાઈ
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ ના આદેશ અનુસાર અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ તારિખ 2/1/2021 માલપુર માર્કેટ યાર્ડ ખાતે સવારે 11 વાગે કલાકે માલપુર તાલુકા કોંગ્રેસ સંકલન સમિતિ ની બેઠક યોજવામાં આવી જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ઉમેદવારો ની પસંદગી બાબતે ચર્ચા કરવામાં આવી અને આવનાર સમય ની અંદર ખેડૂત બચાવો દેશ બચાવોના સંમેલનો તાલુકા કક્ષાએ કરવાનું આયોજન કરેલ.
સયોજકોને વિશેષ જવાબદારી સોંપવામાં આવી અને આ કાયૅકમની અંદર મહેસાણા જિલ્લાના નવા નિરીક્ષક એ જે પટેલ સાહેબ ઉપસ્થિત રહેલા સાથે જીલ્લાના બીજા નિરિક્ષક માનસિંહ ઠાકોર સાહેબ ઉપસ્થિત રહેલા તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ કમલેન્દસિહ પુવાર, સાહેબ માનનીય ધારાસભ્ય શ્રી જશુભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ તેમજ જીલ્લા સંયોજકો અને તાલુકા સંયોજક તેમજ તમામ મેમ્બરો ની ઉપસ્થિતિમાં આ બાબતે ગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવી. રીપોર્ટ, મનોજ રાવલ ધનસુરા