ઉપલેટા : ગણોદ ગામે સસ્તા અનાજની દુકાનમાં રાશન વિતરણની કામગીરીમાં ગેરરીતિની ફરીયાદો…!

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગણોદ ગામમાં રહેતા અને ખેતી તેમજ મજૂરી કરી અને પોતાનું ગુજરાત ચલાવતા ગરીબ અને સામાન્ય વર્ગના લોકોને મળતું અનાજ જાણે દુકાનદાર બારોબાર વહેંચી નાંખતા હોય અથવા તો ચાવ કરી જતા હોય તેમ રાશનના લાભાર્થીઓ સુધી પહોંચતું નથી તેવું સામે આવ્યું છે. ગણોદ ગામમાં છેલ્લા ઘણા સમયથી ગરીબ લોકોને તેમજ સરકાર દ્વારા અપાતા રશનમાં ગેરરીતિ થઈ રહી હોય તેવું સામે આવ્યું છે કારણકે અહીંયા જે લાભાર્થીઓ છે જેમને સરકારમાંથી રાશન મળે છે તે રાશન તેમની ફિંગર વગર કેમ ઉપડી જાય છે તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. સરકાર દ્વારા કોઈ ગેરરીતિ ન થાય તે માટે લાભાર્થીઓના ફિંગરપ્રીન્ટ લીધા બાદ જ રાશન આપવામાં આવે છે પરંતુ અહીંયા ગણોદ ગામમાં લાભાર્થીના ફિંગર પણ નથી લીધા કે નથી લાભાર્થી કોઈ રાશન લેવા માટે ગયા છતાં આ લાભાર્થીઓના રાશન વિતરણ થઇ ગયું છે.
લાભાર્થીઓ જ્યારે તેમનું રાશન લેવા જાય છે ત્યારે દુકાનદાર દ્વારા એવું જણાવાઈ છે કે માલ નથી આવ્યો. જ્યારે લાભાર્થીઓ ફરી પોતાનો માલનો જથ્થો લેવા જાય છે ત્યારે દુકાન જ બંધ હોય છે. ઘણા લાભાર્થી પોતાનું રાશન લઈ જ નથી ગયા છતાં તેમને રાશન મળી ગયું છે તેવું પણ જણાવાઈ છે. અહીંયા એક મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે જ્યારે લાભાર્થી પોતાનું રાશન લઈ જ નથી ગયા તો તેમને મળતો જથ્થો કોણ અને કેવી રીતે લઈ ગયું ? આવી ગેરરીતિને લઈને સમગ્ર ગ્રામજનોમાં ભારે રોષ અને અનેકો પ્રકારની રાવો પણ ઉઠી છે ત્યારે જોવાનું એ રહ્યું કે આવા કૌભાંડ આચરનારા વિરુદ્ધ તપાસ થશે કે કેમ ? ગરીબ લોકોને મળતું રાશન ચાવ કરનારા વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ ? ગ્રામજનો દ્વારા જણાવાઈ રહ્યું છે કે જો આ સસ્તા અનાજના દુકાન ધારકની અધિકારીઓ દ્વારા પૂરતી અને યોગ્ય તપાસ કરવામાં આવે તો અહીંયા મસ મોટું કૌભાંડ ચાલતું હોય તેવું સામે આવી શકે છે.
અહેવાલ:-વિપુલ ધામેચા ઉપલેટા