વડાલી : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની ચિંતન કારોબારી મીટીંગ યોજાઈ

વડાલી : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની ચિંતન કારોબારી મીટીંગ યોજાઈ
Spread the love

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા અને શહેરની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની ચિંતન કારોબારી મીટીંગ યોજાઈ હતી જેમાં સાબરકાંઠા જિલ્લા એકતા મંચના પ્રમુખ સુરેશસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને ચિંતન કારોબારી મીટીંગ યોજાઈ હતી, અને સોલંકી દ્વારા નવા વર્ષની દરેકને શુભકામનાઓ પાઠવી હતી, અને નવા વર્ષનીપ્રથમ કારોબારી મીટીંગમાં આવનાર દિવસમાં શિક્ષણ અને સ્થાનિક સ્વરાજ ની ચુંટણી તાલુકા, તેમજ નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચુંટણીને લઈ ચર્ચા કરી હતી.

આવનાર દિવસમાં સંગઠન વધુ મજબુત બનાવવાની અને નવીન રણનીતિ પર ચર્ચા કરી હતી આજની ચિંતન શિબિરમાં ઉપસ્થિત વડાલી તાલુકા પ્રમુખ કમલેશજી ઠાકોર, પ્રફુલજી ઠાકોર, દીપક ઠાકોર, વિક્રમસિંહ,રાહુલજી ઠાકોર, દશરથજી ઠાકોર, સુરેશજી ઠાકોર, સુભાષજી ઠાકોર, ભરતજી ઠાકોર સહિત ઠાકોર સેનાના હૉધેદારો ઉપસ્થિત રહયા હતા. મીટીંગના અંતમાં પ્રફુલજી ઠાકોર દ્વારા આભાર વ્યક્ત કરી મીટીંગ પૂર્ણ કરી હતી.

IMG-20210102-WA0099.jpg

Admin

Kiran Khant

9909969099
Right Click Disabled!