ડભોઇ તાલુકાના કાયાવરોહણ પાસેથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો

વડોદરા જિલ્લા પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ , પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્યની એસઓજી ટીમને બાતમી મળી હતી. ડભોઈ નજીકના કાયાવરોહણ ગામ પાસેથી એક ઈસમ પોતાની સાથે દેશી તમંચો (અગ્નિ શસ્ત્ર) પોતાની સાથે લઈ પસાર થવાનો છે. તેવી બાતમી મળતા એસઓજીની ટીમ દ્વારા બાતમી મળ્યાની સ્થળ સ્થિતિ પાસે વોચ ગોઠવી દેવામાં આવી હતી. તે દરમિયાન ડભોઇ નજીકના કાયાવરોહણ ગામની સીમ પાસે લીંગસ્થળી ચોકડી નજીકથી એક ઈસમ પોતાની સાથે દેશી તમંચો (અગ્નિ શસ્ત્ર) લઇને પસાર થતો હતો તે દરમિયાન એસઓજીની ટીમ દ્વારા આ ઈસમને પકડી પાડી તેણે તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો.
જ્યારે ઇસમનું નામઠામ પુછતા જાણવા મળ્યું હતું કે તેઓ મુકેશભાઈ મહેશભાઈ વસાવા ઉમર વર્ષ ૨૫,રહે. કંબોલા, મહાદેવ મંદિરની પાછળ તા.કરજન ,જી.વડોદરા. રહેવાસી જાણવા મળ્યું હતું. આ ઈસમ પાસેથી હાથની દેશી બનાવટનો તમંચો (અગ્નિ શસ્ત્ર) મળી આવ્યો હતો. જેની કિંમત અંગે 5000 હોવાનું જાણવા મળ્યું હતું . આરોપીને ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધી કલમ ૨૫ (૧બી) મુજબની કાર્યવાહી હાથ ધરી છે. આવા ગુનાકૃત ગુનો કરનાર વ્યક્તિઓને અંકુશમાં લાવવા માટે એસ.ઓ.જી ટીમે લાલ આંખ કરી વધુ સક્રિય બની છે.