વડાલી પીએસઆઈ પી.પી.જાનીની બદલી થતા યોજાયો વિદાય સમારંભ..

- વડાલી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.નો સન્નમાન સાથે શુભેચ્છા સમારોહ યોજાયો…
- તાલુકા ના અલગ અલગ સંગઠનો દ્વારા ફુલહાર અને સ્વાગત સન્નમાન પત્રો અપાયા…
- રાજકીય આગેવાનોની સાથે જાહેર જીવનના વ્યક્તિઓ તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા..
- નિવૃત આર્મી જવાનો સહિત વડાલી પોલીસ સ્ટાફ સાહેબનું ભાવભીનું સ્વાગત કર્યું…
- નવીન પદભાર સંભાળતા આર. જે. ચૌહાણનું ખાસ સ્વાગત કરાયું…
- ખુલ્લી શનગારાયેલી જીપમાં સાહેબને પોલીસ સ્ટેશન બહાર રાઉન્ડ માર્યો હતો…
- જાની સાહેબ સાથે ચૌહાણ સાહેબે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા..
- કાર્યક્રમ દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત જોવા મળ્યા હતા…
- વડાલી પોલીસ સ્ટેશન અને વડાલી તાલુકા નો મળેલ પ્રેમ હમેશાં યાદ રહેશે એમ પી.પી.જાની સાહેબે જણાવ્યું હતું…
તાલુકા જિલ્લા શિક્ષણ સંગના પ્રમુખ ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ ની સાથે તેમની ટીમે સન્નમાન પત્ર આપ્યું હતું. પૂર્વ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ કુપાવત, તખતસિંહ હડીયોલ સહિત તમામ અગ્રણી એ સાહેબનું સ્વાગત કર્યું હતું. આ ઉપરોત વડાલી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ કમલેશજી ઠાકોર, પ્રફુલજી ઠાકોર એકતા મંચના પ્રમુખ સુરેશસિંહ સોલંકી આમ તમામ ટીમ દ્વારા ક્ષત્રિય ભાથીજી મહારાજ ની છબી આપી સ્વાગત કર્યુ હતું, અને નગરપાલિકા પ્રમુખ ભગીરથ જીવદયા.મંડપ એસોસિએશન, ક્રિકેટ ગુર્પ પાસ કન્વીનર રમેશભાઈ, નાગરિક બેન્કના ચેરમેન સહિત નામાંકિત વ્યક્તિઓની હાજરીમાં વિદાય સમારંભ યોજાયો હતો.
રિપોર્ટ : કિરણ ખાંટ (વડાલી)