લુણાવાડા મામલતદારની સરકારી ગાડી અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત

લુણાવાડા મામલતદારની સરકારી ગાડી અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત
Spread the love

મહીસાગરમાં મોડી રાત્રે ખલાસપુર ગામ પાસે લુણાવાડા મામલતદારની સરકારી ગાડી અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં મામલતદાર રાકેશ ડામોર સહિત ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન અશોક ટ્રાવેલ્સની બસ સાથે સામસામે અકસ્માત થયો હતો.

લુણાવાડા મામલતદાર રાકેશ ડામોર સરકારી ગાડીમાં મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન લુણાવાડાના ખલાસપુર ગામ પાસે સામેથી આવતી ખાનગી અશોક ટ્રાવેલ્સની બસ સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મામલતદાર રાકેશ ડામોર અને ડ્રાઈવર વિજયરાજ પગીનાં મોત નીપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગમખ્વાર અકસ્માતમાં મામલતદારની ગાડીના ફુરચેફુરચા થઈ ગયા હતા. ગાડીની જમણી બાજુની સાઈડ ચિરાઈ ગઈ હતી, જેમાં ડ્રાઈવરને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે મામલતદાર રાકેશ ડામોરને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતી વખતે મોત થયું હતું.

પત્રકાર : ઈરફાન શેખ ( પંચમહાલ )

FB_IMG_1609573154578-2.jpg FB_IMG_1609573157100-1.jpg FB_IMG_1609573147248-0.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!