જિલ્લા સેવા સદન પાસે ભારે વાહનોની “નો એન્ટ્રી” માટે રાખેલી આડશ વાહન અથડાતા તૂટી

જિલ્લા સેવા સદન પાસે ભારે વાહનોની “નો એન્ટ્રી” માટે રાખેલી આડશ વાહન અથડાતા તૂટી
Spread the love

મોરબી: શહેરના અમુક માર્ગો પર ભારે વાહનો ન પ્રવેશે એ માટે અમુક ઊંચાઈ સુધીની લોખંડની આડશો મુકવામાં આવી છે. આવી આડશો હોવા છતાં ભારે વાહનો શહેરમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે આવી લોખંડની આડશો સાથે ટકરતા હોય એ આડશો તૂટી પડવાના બનાવો વારંવાર બને છે. ગત રાત્રે કોઈ પણ સમયે મોરબીના સેવા સદન પાસે રાખવામાં આવેલી આવી જ એક આડશ કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી તૂટી પડી હતી. મોરબી શહેરના સેવા સદન રોડ પર ગત મોડી રાત્રીના કોઈપણ સમયે અજાણ્યા વાહન ચાલકે સેવા સદન નજીક જ મુકવામાં આવેલી લોખંડની એંગલને ટક્કર મારતા એંગલ તૂટી પડી હતી.

આ માળખાને ટક્કર મારી અજાણ્યો વાહનચાલક નાસી છૂટ્યો હતો. જો કે વહેલી સવારે આ બનાવની જાણ થતાં સુધીમાં આ રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. જે બાદમાં પૂર્વવત થયો હતો. ઉલ્લેખનીય છે કે ભારે વાહનોની પ્રવેશબંધી માટે શહેરમાં ઠેક ઠેકાણે આવી એંગલો મુકવામાં આવી છે ત્યાં પણ વારંવાર વાહનચાલકો દ્વારા એંગલો જાણ્યે અજાણ્યે તોડી નાંખવાના બનાવો ભૂતકાળમાં પણ બન્યા છે. શોભેશ્વર રોડ પર પણ આ જ પ્રકારે એંગલ તૂટી હતી. જે આજ સુધી રીપેર ન થવાનું જાણવામાં આવ્યું છે. ત્યારે ભવિષ્યમાં આવા બનાવો ન બને અને જો બને તો જે તે કસૂરવાર સામે પગલાં ભરવામાં આવે તેવી લોક લાગણી પ્રબળ બની છે.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

13-28-05-d81ca327-6711-445d-accb-7d9c3f88c109-768x576.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!