રાજકોટ : સોરઠીયાવાડી સર્કલ પાસે ચોરાઉ એકટીવા મોટર સાયકલ સાથે એક ઈસમને ઝડપી લીધો

રાજકોટ : સોરઠીયાવાડી સર્કલ પાસે ચોરાઉ એકટીવા મોટર સાયકલ સાથે એક ઈસમને  ઝડપી લીધો
Spread the love

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશનર પ્રવિણકુમાર મીણા અને મનોહરસિંહ જાડેજા તેમજ મદદનીશ પોલીસ કમિશનર ક્રાઈમ ડી.વી.બસીયાએ મિલકત સંબંધી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા તથા ગુના બનતા અટકાવવા તેમજ શહેર વિસ્તારમાં વાહન ચોરી અટકાવવા અન્વયે ક્રાઈમ બ્રાન્ચના PI વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ PSI વી. જે. જાડેજા, ASI જયેશભાઈ નિમાવત, રાજદિપસિંહ ગોહિલ, ચેતનસિંહ ચુડાસમા, પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર અને પોલીસ કોન્સ. સ્નેહભાઈ ભાદરકા પેટ્રોલીંગમાં હતા.

જે દરમિયાન હકીકત આધારે રાજકોટ શહેરના સોરઠીયાવાડી સર્કલ પાસે, પવન પૂત્ર ચોક ખાતેથી રૂા. ૪૫,૦૦૦ની કિંમતના ચોરાઉ સ્કૂટર સાથે આરોપી પ્રકાશ રમણીકભાઈ ટાંક જાતે.કડીયા ઉ.૪૦ રહે. ગાયત્રીનગર મેઇન રોડ બી/૧૨ રાજકોટને ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછતાછમાં બોમ્બે પેટ્રોલ પંપની સામેની શેરી, રાજકોટ ખાતેથી ચોરી કરેલાની કબુલાત આપેલ હોય. એકટીવા મોટર સાયકલના રજીસ્ટર નંબર-GJ-3-KE 0576 પરથી માલીકીનો સંપર્ક કરી માલીકી મળી આવેલ.

CRPC કલમ-૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ તેમજ CRPC કલમ-૪૧ (૧), ડી મુજબ ગુનો નોંધી એ.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર વી. કે. ગઢવી, વી. જે. જાડેજા, જયેશભાઈ નિમાવત, રાજદિપસિંહ ગોહિલ, ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા, મહેનદ્રસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર, સ્નેહભાઈ ભાદરકાનાઓએ કામગીરી કરેલ હોય.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20210120-WA0068.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!