રાજકોટ : જુના સીટી સ્ટેશનમાં યુવાને જાહેરમાં ઝાડ પર લટકી જીંદગીથી છેડો ફાડયો

રાજકોટ શહેરમાં મોરબી રોડ ઉપર જુના સીટી રેલ્વે સ્ટેશનમાં એક ઝાડ ઉપર એક યુવકની આત્મહત્યા કરેલી હાલતમાં લાશ લટકતી હોવાની કોઈ જાગૃત નાગરિકે કંટ્રોલમાં જાણ કરતા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. અને મૃતદેહ ઝાડ ઉપરથી નીચે ઉતારી તલાસી લેતા તેના ખિસ્સામાંથી એક આધારકાર્ડ મળી આવ્યું હતું. જે આધારકાર્ડમાં ઉત્તરપ્રદેશ ઇટાવા થાના બકેવર આંબેડકરનગરમાં રહેતો સંદીપ માનસરોવર દોરી હોવાનું જાણવા મળતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો.
મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં સંદીપના લગ્ન ૩ વર્ષ પૂર્વે થઇ ગયા હોવાનું અને તેની પત્ની વતનમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે. તે ૩ ભાઈઓમાં મોટો હતો. અને રાજકોટમાં કોઈ મહિલા સાથે રહેતો હતો. તે મહિલા કોણ અને આપઘાત કરવાનું કારણ શું તે જાણવા બી.ડિવિઝન પોલીસે તપાસ તેજ કરી છે. ઘટના સ્થળેથી એક પાણીની બોટલ, સૂઝ અને સોક્સ પણ મળી આવતા આ તમામ વસ્તુઓ યુવકની જ હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)