ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની જનરલ સભા સેફ્રોની રીસોર્ટ ખાતે યોજાઈ

રાજ્યના ૧૮૦૦૦ કરતા વધુ ગામોના ૧૧૦૦૦ તલાટી કમ મંત્રી ના મહામંડળ ના પ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થતાં ર૦૨૧ થી ર૦૨૪ ના સમય માટે નવીન પ્રમુખ તરીકે ૬૫ વર્ષમાં બીજી વાર એટલે કે ર૩ વર્ષ બાદ બિનહરીફ સમરસ પ્રમુખ શ્રી પંકજભાઈ મોદી બનતા મંડળની જનરલ સભા સેફ્રોની રીસોર્ટ મહેસાણા ખાતે ૧૭/૦૧/૨૦૨૧ યોજાઈ. સમગ્ર ગુજરાત ના ૩૩ જીલ્લા મંડળના પ્રમુખ, મહામંત્રી, ઉપ પ્રમુખ, રાજ્ય પ્રતિનિધિઓ અને અન્ય હોદ્દેદાર તલાટી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પૂર્વ પ્રમુખશ્રી ભરતભાઈ આહીર, મુખ્ય ચૂંટણી અધિકારી સહદેવસિંહ ચુડાસમા, રાજ્ય મંડળના પૂર્વ ઉપ પ્રમુખ ભરત વ્યાસ, રાજકોટ જિલ્લા ના પૂર્વ પ્રમુખશ્રી હરદાસભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખશ્રી વિરમદેવસિંહ ચૂડાસમા એ સભાને સંબોધન કરેલ અને વર્તમાન પ્રમુખશ્રી પંકજભાઈ મોદીએ આગામી દિવસોમાં રાજ્ય મંડળના સુકાનની અને આગામી પડકારો, પ્રશ્નોની છણાવટ કરેલ હતી. સમગ્ર ગુજરાતે એક અવાજે પ્રમુખશ્રી ના અવાજમાં સુર બુલંદ પ્રમુખશ્રી ના આગામી આદેશ અને સુચનાનો સંપૂર્ણ અમલ કરવા ઉદધોષ કરેલ હતો.
ગૌતમ બ્રહ્મભટ્ટ (મિડિયા કન્વિનર)
ગાંધીનગર જિલ્લા તલાટી મહા મંડળ