લીંબડી પક્ષી પ્રેમીઓએ પક્ષીને બચાવા રેસ્ક્યૂ કર્યું
ઉતરાયણ એટલે લોકોની મજા અને પછી અબોલ પક્ષીઓની મોતની સજા તે કહેવત અત્યારે સાબિત થઇ રહી છે ત્યારે કહેવાય તો ઉતરાયણ પર્વની ઉજવણી પુરી થયા બાદ લોકોએ દોરી પતંગ ચગાવીને પોતાનો શોખ પુરો કરે છે પણ ત્યારે પછીના દિવસો બાદ પક્ષીઓ લોકોની મજા થી સજા ભોગવે છે ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલમાં આવેલ વૃક્ષોમાં પતંગના દોરામા એક બગલુ સલવાઈ ગયું હતું.
ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલના સ્ટાફ મોરૈયાભાઈ, અશ્વિન ડોરીયા, મનિષભાઇ, આષુષ વિભાગમાં ફરજ બજાવતા સોલંકીભાઈ તેમજ આ હોસ્પિટલના અન્ય સ્ટાફના સહભાગે બગલાને બચાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અડઢી કલાકની જહેમત બાદ આ પક્ષીને બચાવી લેવામાં આવ્યું હતું ત્યારે પક્ષીપ્રેમી નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
કલ્પેશ વાઢેર (સુરેન્દ્રનગર)