લીંબડી ખાતે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ રેશન કાર્ડનું વિતરણ

- 12 લાભાર્થી રેશનકાર્ડ વિતરણનો અભિવાદન કરાયો
- રાજ્ય ના 101 તાલુકાઓમાં સામુહિક ઓનલાઈન કાર્યકમ યોજાયો
- લીંબડી તાલુકા માં કુલ રેશનકાર્ડ ની સંખ્યા 31676 જેની જન સંખ્યા 1, 26, 257 આવેલી છે
- સમગ્ર ભારત માં કોરોના મહારોગ વચ્ચે ગુજરાત માં 10 લાખ કુટુંબો 50 લાખ કુટુંબોઓનો સમાવેશ કરાયો
આ વર્ષે લીંબડી તાલુકા માં એન.એફ.એસ.એ મા જુદી જુદી કેટેગરી વાઇઝ સમાવિષ્ટ કરેલ લાભાર્થીઓમાં દિવ્યાંગ લાભાર્થી 49, વૃદ્ધ પેંશન મેળવતા 253, વિધવા બહેનો માં પેંશન મેળવતા 214, બાંધકામ શ્રમિકો માં 100 એમ કુલ 616 લાભાર્થી સમાવેશ કરવામાં આવ્યો
લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, શંકરલાલ દલવાડી, કિસાન મોરચા ના મંત્રી રાજભા ઝાલા, કાજલબેન શેઠ, મોબતસિંહ ગોહિલ, દેવજીભાઈ વાઘેલા, બીપીનભાઈ પટેલ, લાલજીભાઈ કમેજળીયા, હરપાલસિંહ રાણા, લીંબડી ડેપ્યુટી કલેકટર સોલંકી, લીંબડી મામલતદાર આર.એલ.કનેરીયા, લીંબડી તાલુકા વિકાસ અધિકારી, તથા લીંબડી પુરવઠા નાયબ મામલતદાર ડી.કે રોજાસરા ના વરદ હસ્તે લીંબડી તાલુકા ના 12 જેટલા લાભાર્થી ઓ ને રેશનકાર્ડ વિતરણ કરવામાં આવ્યા તેમજ આ કાર્યક્રમ માં લીંબડી કલેકટર, મામલતદાર, તાલુકા પંચાયત સ્ટાફ તેમજ જુદા જુદા ગ્રામ્ય વિસ્તાર માં થી મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહિયા હતા
કલ્પેશ વાઢેર (સુરેન્દ્રનગર)