જૂનાગઢ ખાતે મુખ્યમંત્રીએ 319 કરોડના ખર્ચની ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમહૂર્ત કર્યું

જૂનાગઢમાં સીએમ રૂપાણીના હસ્તે ભૂગર્ભ ગટર યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. જે પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી પણ સ્ટેજ પર હાજર રહ્યા હતા. તેમણે સીએમ રૂપાણીને ગિરનારમાં સિંહ દર્શન શરૂ કરવા માટે રજૂઆત કરી હતી.જુનાગઢ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી એ આજે ત્રણસો ઓગણીસ કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમહૂર્ત કર્યું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તમામ શહેરોમાં પાકી અને મજબૂત ગટર નિર્માણ કરવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે જૂનાગઢમાં આ વર્ષના અંતમાં ભૂગર્ભ ગટર તૈયાર થઈ જશે.
ગિરનાર રોપ વે ને કારણે વિશ્વભરના પ્રવાસીઓનું ધ્યાન જૂનાગઢ તરફ ખેંચાય રહ્યું છે ત્યારે આજે રૂ. કરોડોના ખર્ચે થનાર પ્રવાસન વિકાસ કામોનું પણ ખાતમુહુર્ત કરવા આવ્યું હતું જૂનાગઢમાં સીએમ રૂપાણીના હસ્તે ભૂગર્ભ ગટર યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. જે પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી પણ સ્ટેજ પર હાજર રહ્યા હતા. તેમણે સીએમ રૂપાણીને ગિરનારમાં સિંહ દર્શન શરૂ કરવા માટે રજૂઆત કરી હતી.
રિપોર્ટ : ઋષિ જોશી (જૂનાગઢ)