કાર્ડ ક્લોન કરી લાખોની રકમ ઉપાડનાર 5 લોકોની ભરૂચ પોલીસે ધરપકડ કરી

- LCBએ ATM કાર્ડ ક્લોનિંગ કરતી આંતરરાજ્ય UPની ટોળકીના 5 ભેજાબાજોને ડબોચ્યાં
- વર્ષ 2018 થી UP ની ટોળકી સક્રિય : ગોલું અને પંકજ નામના 2 આરોપી વોન્ટેડ
- ગુજરાત, હૈદરાબાદ, આધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટકા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ATM કાર્ડ ક્લોન કરી લાખો રૂપિયા ખંખેરીયા
- 19 બેંકના 30 કાર્ડ, રોકડા સહિત ₹ 7.70 લાખનો મુદ્દામાલ કબ્જે
- ગુજરાતના ભરૂચ, અંકલેશ્વર, દહેજ અને સુરત વિસ્તારના બેંકોના ATM ક્લોન કર્યા
ગુજરાત, આંધ્રપ્રદેશ , હૈદરાબાદ સહિત 7 રાજ્યોમાં ATM કાર્ડ ક્લોન કરી ડુપ્લીકેટ એ.ટી.એમ. કાર્ડ બનાવી લાખો રૂપીયા ઉપાડી લેતી આંતરરાજ્ય UP પ્રતાપગઢની ગેંગના 5 સાગરીતોને ભરૂચ પોલીસે દબોચ્યા છે. ભરૂચ જીલ્લા સાઇબર ક્રાઇમ અને LCB એ XUV કાર, 19 Bank ના 30 ATM કાર્ડ, 1 લેપટોપ,ATM ક્લોનિંગ રાઇટર, 10 મોબાઈલ સહિત રોકડ 96,180 મળી કુલ ₹7.70 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડયા છે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)