મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા ડોક્ટર, પોલીસ, આરોગ્ય કર્મીનું કરાયું સન્માન

મોરબી શહેર અને જીલ્લામાં કોરોના કાળ અને મુશ્કેલીના સમયે સારી કામગીરી કરનાર ડોકટર, આરોગ્ય કર્મી તેમજ પોલીસ જવાન સહિતના લોકોનું ક્લેકટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને તેમણે કરેલી કામગીરીને બિરદાવી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશેષ રીતે કોરોના અને વરસાદના સમયે કામગીરી કરનારા અધિકારી અને કર્મચારીને સન્માનીત કરવામાં આવ્યા હતા આ તકે ટંકારામાં ગત ચોમાસામાં પાણીમાં ફસાઈ ગયેલા મજુરોને રેસ્ક્યુ કરી બહાર કાઢનાર મહિલા પી.એસ.આઈ. ગોંડલીયા અને પોલીસ જવાન ફિરોજ ખાન પઠાણનું સન્માન કરવામાં આવ્યું હતું.
તેવી જ રીતે કોરોના સમયે સારી કામગીરી માટે મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.પ્રદીપ દૂધરેજિયા, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડો.વિજય અગોલા, સરકારી યોજનો લોકો સુધી પહોચડવા માટે અને તેનો લાભ અપાવવા માટે આયુષ હોસ્પિટલના ડો. ચેતન આઘારા તેમજ મજૂરોને વતનમાં જવા માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં સતત જોતરાયેલા રહેનારા વહીવટી વિભાગના અધિકારી અને કર્મચારીઓને પણ સન્માનીત કરવામાં આવ્યા હતા.
રીપોર્ટ : જનક રાજા, મોરબી